________________
૧૦૦ (૩) જ્ઞાતિબંધને, અનિષ્ટ લગ્ન, ફરજિયાત વૈધવ્ય, અસ્પૃ-- સ્થત આદિ કુરૂઢિઓને નાશ થવો જોઈએ.
(૪) વ્યક્તિ સ્વાતંત્રને સમાજજીવનમાં ખૂબ અવકાશ મળવો જોઈએ.
આ ધરણે આજ સુધી સમાજમાં જે કાંઈ ચાલતું હોય તેમાં વિરોધ કરવા લાયક પ્રથાઓનો ઉચછેદ કરવાનો રહ્યો અને એ જ રીતે પોષવા લાયક નવી પ્રવૃત્તિઓ અને પ્રથાઓને આદર કરવો રહ્યો. આપણે ત્યાં વિધવાવિવાહ સામે હજુ પણ કેટલેક ઠેકાણે ગાંડે વિરોધ થતો જોવામાં આવે છે. આ વિરોધ દેવદ્રવ્યનો જનકલ્યાણના કારણે ઉપયોગ થવા દેવા સામેનો વિરોધ જેવો જ ઉપહાસગ્ય લાગે છે. એક મૂળ વાત સ્વીકાર્યા બાદ તેમાંથી નિપજતા આનુષંગિક વિચારો સ્વીકારવા જ જોઈએ. મૂર્તિ તેમજ મંદિર બને એકદમ સાદાં થવાં જોઈએ અને બિનજરૂરી મંદિરે ઊભાં થવાં ન જોઈએ એ વાત સ્વીકારી એટલે પછી મંદિરમાં થતી આવકને લોકોપયોગી કાર્યમાં ખર્ચ કરવા સિવાય બીજો કશો માર્ગ રહેતું જ નથી. કોઈ એમ તે ન જ કહે કે આ આવક વર્ષોનાં વર્ષો સુધી એકઠી કર્યા જ કરવી અને છેવટે કોઈ રાજસત્તા અથવા તો જ્યાં તે આવક રેકમાં આવતી હોય તે સંસ્થા પચાવી પડે, ત્યારે આપણે રેઈને બેસી રહેવું. આવી જ રીતે વિધવા વિવાહના વિરોધી યુવકને હું પૂછું છું કે તમે ખરેખર યુવક હોવાને દાવો કરે છે ? તમે સ્ત્રી પુરુષની સમાનતાના આદર્શને સ્વીકારો છો ? તે પછી તમે કયા મોઢે વિધવા વિવાહને વિરોધ કરે છે? ખેદની વાત તો એ છે કે આપણે સર્વવ્યાપી વિશાળ સિદ્ધાની વાત કરીએ છીએ પણ તેને આપણને સ્પષ્ટ ખ્યાલ હોતે જ નથી અને તેથી આપણી યુવક પ્રવૃત્તિમાં અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org