SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રદાયમલ્સરનું પડળ દૂર થાય તે આ ઝઘડાઓ પાછળ રહેલા આપણા સમાજના ગાંડપણ અને મૂર્ખાઈનું સતવર ભાન થયા વિના રહે નહિ, તેમ જ આવા ઝઘડાઓ મીટાવવા ખાતર પોતાના કાળજૂના સ્થાપિત હક્કોને ગમે તેટલો ભોગ આપવો પડે તે પણ તેથી નીપજતી એકતાનું મૂલ્ય આવા ભોગ કરતાં ઘણું વધારે છે એવી સમજણ આપણામાં ઊગ્યા વિના રહે નહિ. પણ એ દિવસ આવવાને હજુ વાર છે. આપણે ધીરજ ધરીએ અને એ દિવસ નજીક લાવવાને બને તેટલો પ્રયત્ન કરીએ. આ સિવાય બીજી એવી કોઈ અગત્યની ધાર્મિક બાબત નથી કે જે આપણી વચ્ચે જુદાઈ કેળવવામાં મદદરૂપ થતી હોય. ધાર્મિક વિધિઓ, ક્રિયાકાંડે કે અનુષ્ઠાને સંબંધમાં આપણું વલણ ઉદાસીનતાનું રહેવું જોઈએ. જેને જે કાંઈ કરવું હોય તે કરે. અને જે નિયમ આચરવા હોય તે સંબંધમાં આપણને ન હોય કઈ જાતને આગ્રહ કે વિરોધ. આજે આપણી પ્રવૃત્તિને મોટો ઝોક સામાજિક સુધારણા ઉપર જ રહેવો જોઈએ. ધાર્મિક બાબત તે એ જ આપણે લેવાની હોય કે જેને કેમની એકતાના પ્રશ્ન સાથે અથવા તે ખોટા વહેમ, દ્રવ્યનો અપવ્યય કે સાધુઓની અમર્યાદિત સત્તાની અટકાયત અથવા તે નિષેધ સાથે સીધો સંબંધ હોય. | સામાજિક વિષયમાં આપણને ચાર બાબતોની સર્વસ્વીકૃત અપેક્ષા છે : (૧) સમાજરચના અને વ્યવહારમાં સ્ત્રી અને પુરુષની સાર્વ. ત્રિક સમાનતા સ્વીકારવી જોઈએ. (૨) ઊછરતી પ્રજ બળવાન, નીડર અને સુશિક્ષિત બનાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy