________________
રહી કે અમે વેશપૂજામાં માનતા નથી, તેમ જ કોઇપણ પ્રકારના ભાવેશ સંબંધે આગ્રહ ધરાવતા નથી, તેથી કોઈ પણ સાધુ દિગંબર હાય કે શ્વેતાંબર હેય, પીતાંબર હોય કે મુહપત્તીધારી હોય તેનું અમારે મન કશું મહત્ત્વ નથી. અમે ગુણના ઉપાસક છીએ અને તેથી જે સાધુઓ મન, વાણી અને કર્મથી પાંચ મહાવ્રતો જીવનમાં ઉતારવાને એકનિષ્ઠ પ્રયત્ન સેવતા હોય અને સમાજને ઉપયોગી જીવન જીવતા હોય તે જ સાધુઓ અમારવન્દનીય અને આદરણીય છે.
આજે દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયની અંદર તીર્થોના હકકો સંબંધમાં જે ઝઘડાઓ ચાલી રહ્યા છે તે આખા જૈન સમાજને છિન્નભિન્ન કરી રહેલ છે. આ તીર્થકલહોમાં સામાન્ય પ્રજાને જરા પણ રસ નથી અને તેને જેમ બને તેમ જલદીથી અન્ત આવે એમ ઈચ્છે છે. પણ સાંકડી દૃષ્ટિના કેટલાક સાંપ્રદાયિક સાધુઓની પ્રેરણાથી તેમ જ તેવી મનોદશાવાળી સંસ્થાઓની અને શ્રીમાનોની આર્થિક સહાયથી આ ઝગડાઓનું આયુષ્ય લંબાયે જાય છે. અને સાચા સમાધાનની વૃત્તિ આપણામાં ઊગી શકતી નથી.
જ્યાં સુધી આપણે ત્યાં સાંપ્રદાયિક કદાગ્રહનું જોર પ્રવર્તે છે અને ભેળી પ્રજા ઉપર હજુ સારી લાગવગ ધરાવનાર સાધુવર્ગને હાથે એ કદાગ્રહને ચાલુ પિષણ મળી રહ્યું છે ત્યાં સુધી આ ઝઘડાઓને અન્ત લાવવાને આપણે પ્રયત્ન બહુ ફળદાયી બને તેમ નથી.
ઉપર જણાવ્યું તેવું મૂર્તિપૂજા સંબંધમાં સર્વત્ર ધારણ સ્વીકારવામાં આવશે ત્યાર પછી દિગંબર અને શ્વેતાંબર એવો ભેદ રહેવા પામશે જ નહિ. પણ તેમ ન બને ત્યાં સુધી આવા ઝઘડાઓ સંબંધમાં આપણે તટસ્થતા જ જાળવવાની રહી, અને આવા ઝઘડાઓને મૂળમાંથી નિકાલ આવે એવી હિલચાલને બને તેટલે સહકાર આપવાનો છે. જે સમાજમાનસ ઉપસ્થી કદામાલ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org