________________
છે. આ ત્રણે તત્તવોનું ચિન્તન અને ધન મનુષ્યપ્રકૃતિમાં એવું રૂઢ થયેલું છે કે તેને છેદ કે ઉછેદ કઈ કાળે શકય નથી અને એ અગોચર તત્ત્વનું ચિન્તન અને શેધન જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી ધર્મસંસ્થાનું અસ્તિત્વ કાયમ રહેવાનું જ છે. ભલે ધર્મનું નામ એક વખત નાબુદ થાય, અને એ શકય પણ છે, કારણ કે, ધર્મના નામ પાછળ એટલા બધાં અભિમાન, દ્વેષ, મત્સર અને કોમી ઝેરના સંસ્કારે જોડાયેલા છે કે આજે જેમ રશિયામાં “ઈશ્વર” નામને બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમ કાળાન્તરે હિંદુસ્તાનમાં ધર્મ ફે મજહબ શબ્દને બહિષ્કાર કરવો કદાચ જરૂરી લાગે. વળી એ પણ સંભવિત છે કે આજની ધર્મસંસ્થાઓમાં કાળાન્તરે ભારે સ્વરૂપપલટો પણ થઈ જાય. આમ છતાં પણ મનુષ્ય પ્રકૃતિના મર્મ સાથે જોડાયેલી ધર્મસંસ્થા તે એક યા બીજા નામ અને સ્વરૂપથી જીવતી રહેવાની જ. માટે તાત્વિક વિચાર ઉપર ઊભી થયેલી ધર્મસંસ્થાનો દુનિયામાંથી અને ખાસ કરીને આ દેશમાંથી સદંતર નાશ થવો શક્ય લાગતું નથી. આજે ખરી રીતે નાશ થવાની જરૂર છે ધર્મસંસ્થા પ્રત્યેના આપણા અસાધારણ અભિનિવેશની. આજ સુધી આપણે માનતા આવ્યા છીએ અને આજ સુધીના સમાજના અગ્રેસર ધર્માચાર્યો આપણને મનાવતા આવ્યા છે કે આપણે સ્વીકારેલી ધર્મસંસ્થા એ જ સર્વથી પહેલી અને બીજુ બધું ત્યાર પછી. આવી ધર્મસંસ્થા પ્રત્યેની આંધળી અને વિવેક વિનાની ભક્તિએ આપણા દેશને પારાવાર નુકશાન કર્યું છે. અને ભિન્ન ભિન્ન ધર્માનુયાયીઓ વચ્ચે વેરઝેર અને કલહ વધાર્યા છે. આજે પણ એવા ધર્માચાર્યો પંડયા છે કે જેઓ કહે છે અને ઉપદેશે છે કે “અમારે સ્વદેશ શું અને પરદેશ શું ? સ્વદેશી શું અને પરદેશી શું? અમે એવી ભેદબુદ્ધિમાં માનતા નથી. વિશ્વબંધુત્વ અમારો ધર્મ છે અને આત્મસાક્ષાત્કાર એ એક જ અમારું ધ્યેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org