________________
અંગ્રેજ સરકારે આપણા મગજમાં ભૂત ઊભું કર્યું છે અને આપણી ભોળી પ્રજા તે ધોરણના વ્યાજબીપણાને સ્વીકારે છે, પણ આપણું આખું સામાજિક બંધારણ ધર્મના ખ્યાલ સાથે એટલું બધું જોડાયેલું છે અને આપણી કેટલીયે સામાજિક બદીઓ અને અમાનુષી રીતરિવાજે ધર્મના ઢાંકણું નીચે પ્રજાજીવને એટલું બધું કતરી રહ્યા છે કે જે રાજ્યપદ્ધતિ પ્રજાના હિત અને વિકાસને ધ્યાનમાં રાખી ચલાવવામાં આવતી હોય તેને કહેવાતી ધાર્મિક બાબતોમાં હાથ નાખ્યા સિવાય છૂટકે જ નથી. જે સરકાર આમ તટસ્થ જ રહ્યા કરે તે આપણા દેશમાંથી બાળલગ્ન જાય જ નહિ, જ્ઞાતિના બંધો તૂટે જ નહિ, અસ્પૃશ્યતા ખસે જ નહિ, સ્ત્રી જાતિને ઉદ્ધાર થાય જ નહિ. કાળીના મંદિર આગળ અનેક પશુઓને વધ થાય છે. દક્ષિણનાં અનેક મંદિરમાં દેવદાસીઓની સંસ્થા ચાલે છે, દેશમાં મંદિર અને ધર્માધિકારીઓના નિભાવ પાછળ લાખો રૂપિયા ખરચાયે જાય છે, અને આ બધું ધર્મના જ નામે ચાલે છે. શું કઈ એમ કહેશે કે આવી બાબતે ઉપર કાયદાના કશા પણ નિયંત્રણની જરૂર નથી? તેથી જ્યારે જ્યારે સમાજહિતનું પષક કાયદાનું અનુશાસન યોજાતું હોય ત્યારે ત્યારે તેને બને તેટલો ટેકે આપ તે આપણ સર્વની ખાસ ફરજ છે.
જૈન સમુદાયને એકત્ર કરવાને પ્રશ્ન એટલે જ વિચારણીય છે. આપણે કેટલાંક તીર્થોના ઝગડાઓએ દિગંબર અને શ્વેતાંબર વિભાગ વચ્ચે ભારે વૈમનસ્ય ઊભું કર્યું છે. ધજાદંડ કેણ ચઢાવે, પૂજનવિધિ ક્યા પ્રકારના હોય અને તીર્થની માલિકી કે વહીવટ કોના હાથમાં રહે તેના ઉપર જ પિતાના વિભાગનું અસ્તિત્વ અવલંબી રહ્યું હોય તેવા ઝનૂનથી આ ઝગડાઓ બન્ને પક્ષો ચલાવી રહ્યા છે. જ્યાં સુધી બન્ને પક્ષના આગેવાનોને કેવી મામૂલી બાબતે ઉપર પોતે લડી રહ્યા છે તેનું ગાંડપણ નહિ સમજાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org