SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભરણ-પોષણ રાજીખુશીથી કરતો. આ ભાવના આજે રહી નથી, કારણ કે અનુભવથી માલૂમ પડયું છે કે આવી ખરી આત્મસાધના કરનાર હજારમાંથી કઈ એક નીકળે છે, જ્યારે નવસો નવાણું તે કેવળ પ્રમાદી જીવન જ ગાળતા હોય છે. આજે સમાજ તેને જ પિષવાને તૈયાર છે કે જે સમાજને બદલામાં ખૂબ સેવા આપવા માંગતો હોય. સાધુ જીવનની કલ્પના સાથે સમાજસેવાનો ખ્યાલ ગાઢ રીતે જોડાતા જાય છે. અને તેથી કેવળ ત્યાગી મુમુક્ષુને પાળવા પિષવા આજને સમાજ તૈયાર નથી. વળી આપણું સાંપ્રદાયિક સાધુજીવન પણ કેટલાક વિચિત્ર ખ્યાલ ઉપર રચાયેલું છે. જેના સાધુ વિશ વસા દયા પાળે, કોઈ પણ પ્રકારના પરિગ્રહથી સદા દૂર રહે, કોઈ સાધનસમારંભમાં પડે નહિ, ભિક્ષા માંગીને જ પોતાના જીવન નિર્વાહ કરે. આમાંના કેટલાક નિયમો એવા છે કે જેનું પાલન સાધુજીવનનું સ્વાતંત્ર્ય હરી લે છે અને તેની ઉપયોગિતા કમી કરી નાખે છે. ભિક્ષા પણ આજે પૂર્વ કાળની માફક સન્માનિત પ્રવૃત્તિ રહી નથી અને ભિક્ષુકોને સમાજ આદરભાવથી જોતો નથી. આ બધું જોતાં આપણા સાંપ્રદાયિક સાધુજીવનની કલ્પનાઓ પણ આજે મૌલિક સંશોધન માંગે છે એ આપ સર્વને જરૂર પ્રતીત થયું હશે. જ્યારે વડોદરા રાજ્ય બાળદીક્ષા પ્રતિબંધક ખરડો જાહેર ચર્ચા માટે રજૂ કર્યો ત્યારે તરફથી એક એવો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કે આપણે અંદર અંદર મળીને ગમે તેવા ફેરફારો કરીએ, પણ કઈ રાજ્ય ધર્મની બાબતમાં હાથ નાંખે તેનો તો આપણે એક કોમ તરીકે બને તેટલે વિરોધ કરવો જ જોઈએ અને આને લીધે પણ કેટલાક બાળદીક્ષાના વિરોધી લોકોએ ઉપયોગી ખરડા પ્રત્યે પ્રતિકૂળતા દાખવી હતી, તેથી આ બાબત પણ વિચારની . ચોખવટ માંગે છે. ધર્મની બાબતમાં વચ્ચે પડાય જ નહિ એવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy