________________
આપણે છૂટથી પસંદગી કરી શકીએ, પણ આપણે કેટલાક ધાર્મિક ખ્યાલથી આપણું પસંદગીનું ક્ષેત્ર બહુ જ મર્યાદિત બની ગયું છે. આ વિષયની લાંબી ચર્ચામાં ઊતરવું અહીં અરથાને છે, પણ મને લાગે છે કે ખાનપાનના વિષયમાં સામાન્ય જનતા માટે આટલી બધી ઝીણવટ ઉપયોગી કે જરૂરની નથી. આપણે ખોરાક નિરામિષ હેય, બળવર્ધક હોય, અને આરેગ્યરક્ષક હોય અને આપણાં ખાનપાન બને તેટલાં સાદાં નિયમિત અને પરિમિત હોય–એટલી મર્યાદાઓ સામાન્ય જનતા માટે પૂરતી છે એમ હું માનું છું અને તેથી આપણા આહારવિધાનમાંથી નિરુપયોગી કે નુકસાનકારક ચીજો દૂર થાય અને બળવર્ધક પ્રાણપષક અને આરોગ્યપૂરક ચીજોની પૂરવણી થાય એ રીતે આપણે આહારવિષયનું સંશોધન થવાની મને ખાસ જરૂર લાગે છે.
આવી જ રીતે રમત-ગમતની તેમ જ કસરત અને તાલીમની ઉપેક્ષાથી આપણું શરીર કમતાકાત બની ગયેલાં જોવામાં આવે છે. આપણું ભરણપ્રમાણ બહુ મોટું આવે છે. આપણે માંદગીના હલ્લા સામે કે કઠણ જીવન સામે ટકી શકતાં નથી અને આપણું સ્ત્રીઓ તો અકાળે મરવાને જ સરજાય છે. આજે આપણે ત્યાં નથી વ્યાયામશાળાઓ કે નથી ક્રીડાંગણે. આજકાલની ક્રિકેટ, ફૂટબોલ કે ટેનીસ જેવી જાણીતી રમતમાં કેઈ જેન યુવકે હજુ સુધી નામ કાયું સાંભળ્યું નથી. આનું કારણ તો એ છે કે જ્યારે નિશાળ અને કોલેજમાંથી સાંજના જેવા બીજા વિદ્યાર્થીઓ. છૂટે છે કે તેઓ ક્રીડાંગણ ભણી દોડે છે અથવા તે કસરતશાળામાં પહોંચે છે, ત્યારે જૈન વિદ્યાર્થીઓ “નિશાળમાંથી નીસરી જવું પાંસરું ઘેર ” એ નિયમને અનુસરે છે. આ સ્થિતિમાં એમનાં શરીર કેમ સારાં અને સ્નાયુબદ્ધ થાય? અને એમનાં મોઢાં ઉપર તન્દુરસ્તીનો લાલી અને શક્તિનું ઓજસ કયાંથી આવે ? રાત્રિભેજન નિષેધન નિયમ ગમે તેટલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org