SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અગત્યને હોય, પણ વિદ્યાર્થીઓને માટે આ નિયમમાં અપવાદ કરે જ જોઈએ અને તેઓને ક્રિકેટ, ફૂટબોલ, મલ્લકુસ્તી, મલખમ, લેજીમ વિગેરે રમત અને કસરતે તરફ ધકેલવા જ જોઈએ. હવે આપણે સાધુસમાજને થોડો વિચાર કરીએ, કારણ કે, આપણી યુવક પ્રવૃત્તિને તેની સાથે બહુ ગાઢ સંબંધ રહે છે. એક વખત મને એમ હતું કે આપણે પ્રયત્નથી સાધુસમાજને જરૂર નવા વિચારને અનુકૂળ બનાવી શકીએ. આજના સાધુસમાજમાં કેટલીક વ્યક્તિઓ ધર્મશાસ્ત્રોને સારો પરિચય ધરાવે છે. કોઈ કોઈમાં નવા જમાનાની ઠીક ઠીક સમજ જોવામાં આવે છે. કેઈ કઈ સંત પુરુષની કેટિમાં મૂકી શકાય તેવા પણ હોય છે કે જેઓ સદા આત્મસાધનામાં જ નિમગ્ન રહે છે. અને બીજી Àઈ પણ ખટપટમાં પડતા નથી. આ બધું હોવા છતાં સમગ્રપણે વિચારતાં મને એમ લાગ્યું છે કે આ આખો વર્ગ કેઈ સ્થળે નવા વિચાર સાથે ગતિ કરી શકે તેમ છે જ નહિ. અત્યાર સુધી આપણો અનુભવ પણ આ જ અભિપ્રાયનું સમર્થન કરે છે. આપણી કેન્ફરન્સ જેવી સંસ્થા આગળ વધી શકતી નથી, કારણ કે, જ્યારે કેટલાક સાધુઓ તે વિષે કેવળ ઉદાસીન છે, ત્યારે બીજા કેટલાક સાધુઓને તે તે સંસ્થાને તોડી પાડવાનો જ ચાલુ વ્યવસાય હોય છે. સામાજિક વિષયમાં તેઓનું વલણ મોટે ભાગે રૂઢિચુસ્ત જ માલુમ પડ્યું છે. આજે એક પણ સાધુએ અસ્પૃશ્યતાનિવારણ જેવી સર્વમાન્ય પ્રવૃત્તિમાં પણ પિતાથી બને તેટલે ફાળો આપ્યો છે તે આપણે કાંઈક સંતોષ માનત. ગાંધીજીનો આપણા કેટલાક સાધુઓએ કયાં છે વિરોધ કર્યો છે? નવી કેળવણી ઉપર ગણ્યા ગાંઠયા અપવાદો સિવાય સર્વ સાધુઓનો કટાક્ષ ચાલુ જ હોય છે. અમુક સાધુઓને નાનાં કરાંએ મુંડવાનું ગાંડપણ લાગ્યું છે તે બીજા સાધુઓને જ્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy