SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ /૦. ત્યારે પિતાપિતાની કોમ, જ્ઞાતિ કે સંપ્રદાયના હિતને લગતા પ્રશ્નોને જ વિચાર કરતી અને પિતાના વિભાગને ઉત્કર્ષ એ જ તેનું ધ્યેય રહેતું. આવા સંકુચિત દૃષ્ટિબિન્દુથી કોમ કોમ અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે ભેદભાવ જ પોષાયા કરતે અને કોઈકોઈ વખત તેમાંથી કમી ઝઘડાઓ પણ ઊભા થતા. આજે આપણામાં રાષ્ટ્રભાવનાને જન્મ થયો છે અને રાષ્ટ્રઐયની કલ્પના ઊભી થવા લાગી છે, તેથી આપણા પ્રશ્નોનો કેવળ કોમી દૃષ્ટિબિન્દુથી વિચાર કરી શકીએ તેમ છે જ નહીં. આજે આપણે ગમે તેવા નાના કે મેટા વિભાગમાં મળીએ, પણ આપણે આખો દેશ આજે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, આખા દેશને અનુલક્ષીને આપણું અંતિમ ધ્યેય શું છે, ભવિષ્યમાં આપણે કયા પ્રકારની સમાજરચના. કરવા માંગીએ છીએ તેનું આપણને દર્શન હોવું જોઈએ અને તેના આધારે આપણે જે વસ્તુમાં બેઠા હોઈએ અને જે વલ ઉપર આપણી સત્તા પ્રવર્તતી હોય ત્યાં ભાવિદર્શનને સાનુકૂળ ફેર– ફાર નિપજાવવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. આપણી પ્રવૃત્તિ હજુ સુધી બહુ સંકુચિત ક્ષેત્રને અને પ્રમાણમાં બહુ નાના પ્રશ્નને વળગી ચાલી છે. સામાજિક પ્રદેશને તે હજુ સુધી આપણી પ્રવૃત્તિ બહુ સ્પશી જ નથી. સામાજિક તેમજ ધાર્મિક બાબતો વિષેના ઠરાવો પણ બહુ ઢીલા અને મધ્યમ વિચારસરણી રજૂ કરતા દેખાય છે. આપણે કાન્તિ, વિપ્લવ, બળવો સામને એવા શબ્દો ખૂબ વાપરીએ છીએ. પણ આપણું માનસ હજ ક્રાન્તિકારનું બન્યું નથી. આપણા દિલમાં ઊંડી ધગશ અને સાચો બળવો નથી. આપણે બહુ વિચાર-ડાહ્યા અને લાંબી લાંબી ગણતરીઓ ગણવામાં કુશળ છીએ. આપણને કોઈ પણ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાની અને મૂળમાંથી સુધારો કરવાની વૃત્તિ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy