________________
યુવક–પ્રવૃત્તિ
કાનિતપ્રિય યુવક બંધુઓ અને બહેને ! ૪
આજે આપ સર્વે મળીને મને જે સ્થાન ઉપર બેસાડે છે તે હું બહુ જ મૂંઝવણ અને સંકેચ સાથે સ્વીકારું છું, કારણ કે, આજે કોઈ પણ પરિષદના પ્રમુખ થવું તે કેવળ બે ત્રણ દિવસનાં માનપાન ભોગવવા માટે નથી, પણ એક્કસ દિશાસૂચક નિર્ણયો સાધીને બને તેટલું કામ કરવાની જવાબદારી પણ પ્રમુખના માથે આવે છે. મારા અંગત પ્રતિકૂળ સંયોગોનો વિચાર કરતાં આ જવાબદારી હું કેટલા પ્રમાણમાં વહી શકીશ તે વિષે મને ભારે શંકા છે. તેથી આ નવી જવાબદારીને પહોંચી વળવામાં આપ મને પૂરેપૂરો સહકાર આપશે અને મારી ત્રુટિ દેખાય ત્યાં મને ઉદારભાવે નિભાવી લેશે એવી હું આશા રાખું છું.
એક કાળ એવો હતો કે આવી પરિષદો જ્યારે મળતી ત્યારે
* સ્વ. શ્રી પરમાનંદ કાપડિયાએ ભિન્ન ભિન્ન સમયે યુવક સંમેલનમાં પ્રમુખસ્થાનેથી આપેલાં ત્રણ વ્યાખ્યાનનું આ સંદેહન છે. એમાં વ્યક્ત થયેલા એમના વિચારેને તે સમયના પ્રશ્નો અને પરિસ્થિતિના સંદર્ભમાં જવાથી વિશેષ પ્રકાશ પડશે–સંપાદકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org