________________
૮૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પિઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ નેચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં, એવો સંયમ હું આચરીશ.”
પછી માતાપિતાની આજ્ઞા લઈ પિતે કહી બતાવ્યું હતું તેથી પણ અત્યંત વિશુદ્ધ ચારિત્ર પાળી તે મેક્ષે ગયા. પ્રમાણશિક્ષામાં ઉદ્દેશ દર્શાવતાં કહે છે : “આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગપ્રાપ્તિનું કારણ છે; તેમ જ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિદ્દેશ્ય સુખ તે કેવલ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યું છે...સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિને પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.”
સાતમી ભાવનામાં સત્તાવન આસવાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રનાળ વર્ણવેલાં છે. કુંડરિક મુનિએ હજાર વર્ષ ચારિત્ર પાળી પરિણામ બગડી જતાં પિતાના ભાઈએ રાજ્ય પાછું આપ્યું તે ગ્રહણ કર્યું, સર્વ તેને પતિ માની ધિક્કારતા હતા. તેનું વેર લેવાના વિચારમાં તે મરણ પામી સાતમી નરકે ગયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org