SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાબેધ છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” - કુમારના નિવૃત્તિથી ભરેલાં વચને સાંભળીને માતાપિતાએ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણવચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માત! અને અહો તાત ! જે ભેગેનું તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા. તે ભેગ વિષફળ–કિપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુ ત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવલ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, જીવને એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખને હેતુ છે, રેગ, જરા અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એ જેને નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુબુદ્દ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કેદ્ર, જવર વગેરે વ્યાધિને તેમ જ જરા, મરણને વિષે પ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુઃખ, મરણનું દુઃખ; કેવલ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ એ સકલને છાંડીને માત્ર ફ્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાક વૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy