SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા દુખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયેગ થવાનું છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં, નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એને નહીં, એમ વિચારું, દૃઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે, તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ, તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપગ લઉં છું, તે ભગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ, ત્યારે બીજી મારી માનેલ વસ્તુ–નેહી, કુટુંબી ઈત્યાદિક–મારાં શું થનાર હતાં? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈ નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી! હું એને નહીં ને એ મારાં નહીં! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુણ્યત્વનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy