________________
૭૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા.”
પ્રમાણશિક્ષામાં શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગવાળાં નમિરાજનાં વચનને સાર લખે છે: “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલે જનાર છું અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” તે એકત્વ શાથી પામ્યા તે દર્શાવતું નમિરાજનું ચરિત્ર ટૂંકામાં પ્રમાણશિક્ષામાં આપ્યું છે, તે અનાથી મુનિના ચરિત્રને મળતું વૈરાગ્યપ્રેરક અને ચેતાવનાર છે. તેને સાર એક જ કડીમાં છેવટે આખે છે : “રાણું સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝ ત્યાં કકળાટ કંકણુત, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇદ્રથી દઢ રહ્યો, એકત્વ સારું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અગે થયું.”
શ્રી દત્તાત્રેયે કરેલા વીસ ગુરુમાં જે કન્યાએ કંકણને ખડખડાટ દૂર કરવા એક સિવાય બાકીનાં બધાં દૂર કર્યા હતાં તે કથાની સ્મૃતિ આપે તેવી તથા તત્ત્વજ્ઞાની રાજર્ષિ જનક વિદેહીની મિથિલા નગરી દેવની માયાથી બળતી દેખાઈ છતાં, મારું કંઈ બળતું નથી એમ માની નિશ્ચિત રહ્યા અને ઋષિઓ માળા, પિથી કે પથારી લેવા દોડ્યા હતા તે દ્રષ્ટાંતને મળતી “ઉત્તરાધ્યયન' નામના જૈનશાસ્ત્રમાંથી લીધેલી અને સંસ્કારેલી સુંદર નમિરાજર્ષિની આ કથા છે.
ચેથી અન્યત્વ ભાવના વર્ણવી તેના દ્રષ્ટાંતમાં ભરત ચક્રવર્તીને વૈભવ દર્શાવી, સર્વોગે શોભિતા શણગાર છતાં હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી તેથી આંગળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org