SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાળા બાલાવબોધ “અમૂલ્ય તત્ત્વવિચાર” નામના કાવ્યમાં મનુષ્યભવની દુર્લભતા દર્શાવી તે વ્યર્થ વહી ન જાય, કાલ્પનિક સુખ શોધવામાં મોક્ષસાધન રહી ન જાય તે વિષે ચેતવણું આપી છે સંસારમાં લકમી, અધિકાર, કુટુંબ પરિવારની વૃદ્ધિને મહાભાગ્ય માનવામાં આવે છે અને તે માટે આ મનુષ્યભવ હારી જાય છે તેને વિચાર કરવા સૂચના જણાવી આત્મિક આનંદ ગમે ત્યાંથી પ્રાપ્ત કરવા સૂચવ્યું છે. આત્મવિચાર ઊગે તે વિચાર પ્રેરતાં જણાવે છે: “હું કેણુ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્વ અનુભવ્યાં.” કોઈ આત્મઅનુભવી પુરુષને વચન ઉપર વિશ્વાસ કરવાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ જણાવી, છેલી બે લીટી હદયમાં લખી રાખવા ગ્ય લખી છે? અરે ! આમ તારે ! આત્મ તારે! શીઘ એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખે.” જિતેન્દ્રિયતા” પાઠ નિબંધના રૂપે મનને વશ કરવા વિષે બહુ ઉપયોગી સૂચનાઓ સહિત લખાયેલું છે. મન અકસ્માત કેઈથી જ જીતી શકાય છે. નહીં તે અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે, છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિછા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શાહિદ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy