________________
૫૭
મેક્ષમાળા બાલાવબેધ
“મહાવીર શાસન” જેવાં વિશાળ વિષયને એક પાઠમાં અદ્ભુત શૈલીથી સાગરને ગાગરમાં સમાવે તેમાં સમાવ્યું છે. જન્મથી નિર્વાણ સુધીની મહાવીર જીવનની રૂપરેખા દેરી ૨૧૦૦૦ વર્ષ સુધી ધર્મતીર્થ પ્રવર્તનાર જણાવ્યું છે.
“જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથેથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે... આપણે ક્યાં તત્વને વિચાર કરીએ છીએ? કયાં ઉત્તમ શીલને વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ રાખીએ છીએ? ક્યાં દાઝ વડે ધર્મતત્વને શેધીએ છીએ ?.... પણ તત્વને કઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે, જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્વને કાંટામાં તળનારા કેઈક વિરલા જ છે. ટૂંકમાં કહેવાનું કે આપણે આપણું આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિઓને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તે વિવેકી બોધ કારણ સહિત આપ. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં.”
અશુચિ કેને કહેવી ?” એ પાઠમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે તેને ખુલાસે સંવાદરૂપે સ્પષ્ટ દર્શાવ્યું છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org