________________
૫૬
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા છતાં તેમાંથી હજુ પણ માહિની ટળી નહીં, અને તેને અમૃત જે ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવે છે; કડવા વિપાકને આપે છે તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવે ગ ; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.”
જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોળે?” એ પાઠમાં સંસાર એકાંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય વર્ણવી મેહિનીને લીધે પતંગિયું દીવામાં પડે તેમ સંસારમાં જીવ રાચી રહ્યો છે તે જણાવવા ચક્રવર્તી અને ભૂંડ બનેને ભેગની આસક્તિ અનેક રૂપે સરખી વર્ણવી છે. છેવટે જણાવે છે –
ભેગ ભેળવવામાં પણ બને તુચ્છ છે, બન્નેનાં શરીર પરુ માંસાદિકનાં છે. સંસારની આ (ચકવતીની) ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી, છતાં સુખ ગણે તે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org