________________
મેક્ષમાળા બાલાવબોધ
- ૫૫ કરવાની તથા નવ તત્વને ઉત્તમ બોધ દર્શાવવાની ભાવના સહિત મેક્ષમાર્ગમાં પ્રવર્તવાને મને રથ દર્શાવ્યું છે.
કપિલ મુનિ”ની કથા ત્રણ પાઠમાં આપી તૃષ્ણની કનિષ્ઠતા તથા અનંતતા જણાવી, તેના ત્યાગથી સંતોષરૂપ ક૯પવૃક્ષ દ્વારા કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે એ ઉપદેશ કરતી સુંદર કથા કહી છે.
તૃષ્ણાની વિચિત્રતા” વિષે કાવ્ય દ્વારા તૃષ્ણા, મમતા, જંજાળ વય વધે તેમ વધતી જાય છે પણ શાંત થતી નથી એ વાત સુંદર મનહર સુભાષિત પદ્યમાં સમજાવી છે.
પ્રમાદને પાઠ નિબંધના રૂપમાં ઉત્તરાધ્યયન સૂત્રના ધૂમપત્ર” અધ્યયનના સારરૂપ અસરકારક શૈલીથી લખાય છે. “અતિ વિચક્ષણ પુરુષ સંસારની સર્વોપાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષ અહોરાત્રના છેડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષે નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે..... એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે!”
વિવેક એટલે શું ?” એ પાઠ ગુરુ-શિષ્યના સંવાદરૂપે “વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક છે તે સમજાવવા લખ્યું છે. તેમાં ગુરુ વિવેકને સૂક્ષ્મ પણ સુંદર બર્થ સમજાવે છે–“સંસારનાં સુખ અનંતીવાર આત્માએ ભગવ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org