________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા દેઢડહાપણ ક્યાંથી સૂછ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપે? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી? પિતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી અવશ્ય હતી? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકેને એનાથી કંઈ દ્વેષ હતે? એ જગતકર્તા હોત તે એમ કહેવાથી એએના લાભને કંઈ હાનિ પહોંચતી હતી? જગતકર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશ માત્ર પ્રયેાજન નહોતું. સૂમમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે !”
“પ્રશ્ન – આટલું તે મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે, પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય?
ઉત્તર – આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. “સમ્મતિતક' ગ્રંથને આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org