________________
મોક્ષમાળા બાલાવબેધ
તેને લાભ લેવા અગાઉથી ગ્રાહકે પણ મળી આવેલાં, પણ તે જમાનામાં છાપખાનાની અનુકૂળતા હાલના જેટલી નહીં તથા અન્ય પરાધીન પ્રસંગને વશ પુસ્તક છપાતાં ઢીલ થઈ અને લગભગ બસો પાનાંનું પુસ્તક છપાઈને તૈયાર થઈ જતાં ઘણે વખત લાગશે તેથી ગ્રાહકે અધીરા સ્વભાવથી અકળાશે એમ પિતાને સમજાયાથી પચાસ પાનાનું એક નવું પુસ્તક રચી “ભાવનાબેધ” નામે પ્રથમ પ્રસિદ્ધ કરી અગાઉથી મદદ કરનાર ગ્રાહકેને ભેટ તરીકે આપ્યું. સેળ સત્તર વર્ષની ઉમ્મરમાં કેટલી કાર્યકુશળતા તથા જવાબદારીનું ભાન તેમને હતું તેને આ અચૂક પુરાવે છે. - શાળાનાં પાઠ્યપુસ્તક તરીકે વાંચી જવાનું કે ભણી જવાનું આ પુસ્તક નથી. પણ પરીક્ષા જીવન ઉપર અસર કરે છે તેથી વિશેષ મહત્ત્વનું અને જીવનની સફળતાનું સાધન હેવાથી, તેનું મનન નિદિધ્યાસન કરી પિતાના દોષ દેખી તે દોષે ટાળવામાં આ પુસ્તક દ્વારા શી મદદ મળી શકે એમ છે તે વિચારી જીવન સુધારવાના સાધન તરીકે વાપરવાની ભલામણ આપતાં જે “શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા” નામ રાખી પ્રથમ પ્રસ્તાવના લખી છે, તે શિક્ષકોએ, માબાપાએ અને વિચારવાન અભ્યાસીઓએ બહુ વિચારવા એગ્ય છે?
“મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ ઊછરતા બાળ યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. બહુ ઊંડા ઊતરતાં આ મેક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org