________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
નીચે લીટી દોરી છે, તેમ કરવા જરૂર નથી. શ્રેાતા-વાંચકને અનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રેાતા-વાંચકમાં પેાતાની મેળે અભિપ્રાય ઊગવા દેવા. સારાસાર તાલ કરવાનું વાંચનાર–શ્રેાતાના પર છેડી દેવું. આપણે તેમને દારી તેમને પેાતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવેા.’’
૪૦
એક પ્રૌઢ અનુભવી કેળવણીકાર જેમ પેાતાની પહેલાંના જમાનાના વિચાર કરી પૂર્વે થઈ ગયેલા કેળવણીકારાના અનુભવ લક્ષમાં લઈ, પેાતાના જમાનાની જરૂરિયાત તથા ભાવિ જમાનાની જરૂરિયાત ઉપર પહોંચે તેટલી દીર્ઘ - દ્રષ્ટિ મૂકી, માનવ સ્વભાવને લક્ષમાં લઇને માર્ગદર્શક ગ્રંથા ગૂંથે તથા શિક્ષણ પદ્ધતિ યાજે, તેથી પણ વિશેષ યાગ્યતા અને વિશેષ દીર્ઘદૃષ્ટિથી શ્રીમદ્દે મોક્ષમાળાની યેાજના વિચારી તેની શરૂઆત કરી છે. સામાન્ય કેળવણી લઈ શાળામાંથી ઊઠી ગયેલાં કે વિશેષ કેળવણી પામેલાં નરનારીએ' તથા જેમણે લખવા વાંચવાના પણુ અભ્યાસ ન કર્યા હોય તેમ છતાં વિચાર કરી શકે તેવી શક્તિવાળાં નરનારીઓની વિચારશક્તિના પ્રવાહ કઈ દિશામાં વાળવા હિતકારી છે ? શું વિચારવાથી પેાતાને અને પરને ઉપકારી જીવન તે ગાળી શકે ? મનુષ્યજન્મની મહત્તા અને સફળતા સમજવા તથા સાધવા તેમણે કેમ વર્તવું ? મનુષ્યભવ પામેલા ડારી જવાય તેવી ભૂલવણીનાં કયાં સ્થાનક છે અને તે કેમ તજવા ? આદિ અનેક પ્રશ્નોના ઉકેલરૂપે કે મનુષ્યધર્મ અથવા આત્મધર્મની એળખાણ કરાવવા મેાક્ષમાળાની તેઓએ સંકલના વિચારી ત્વરાથી તેની શરૂઆત કરી ત્રણ દિવસમાં જ પ્રથમ પુસ્તક તૈયાર કરી જનસમાજને તેના લાભ લેવા જાહેર કરેલું;
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org