________________
નીતિ બેક
પચાસ પાનાંના પુસ્તકને શેભે તેવી નાની બેત્રણ પાનાંની પ્રસ્તાવના બહુ સુંદર રીતે લખી છે. સ્ત્રીકેળવણી વધતી જાય તેની સાથે વાંચવાને શેખ વધે, તેને માટે સ્ત્રીઓને યોગ્ય સારાં પુસ્તકો લખવા વિદ્વાનોને વિનંતી કરી, જૂના વિચારના લેકના સ્ત્રીકેળવણું સામે મુકાતા આક્ષેપ દૂર કર્યા છે. તે વખતે છપાયેલાં સ્ત્રીઓને વાંચવા યોગ્ય પાંચ-સાત પુસ્તકનાં નામ આપ્યાં છે. સ્ત્રીઓ નહીં સુધરવાનું કારણ બાળલગ્ન, કજોડાં અને વહેમ કે અજ્ઞાન છે એમ જણાવી બાળલગ્નની હાનિ વિચારવા વિનંતી કરી છે. ત્રણ ભાગમાં “સ્ત્રીનીતિબેધક લખવા વિચાર રાખી આ પ્રથમ ભાગ બહાર પાડ્યો છે. થેડી કિંમત રખાય અને ઘણા લાભ લઈ શકે એ હેતુથી ચાર આનામાં પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કર્યો છે.
હાલ શાળાઓમાં બાળ-ગરબાવળી ચાલે છે તે પ્રકારનું આ પુસ્તક છે. પરંતુ બે-ત્રણ ચોપડી ભણી ઊઠી ગયેલી મેટી ઉમ્મરની બહેનને પણ વાંચવું ગમે તેવી સરળ ભાષા અને ઉપયોગી વિષયે વિષે તેમાં પડ્યો છે. સ્ત્રીઓમાં ગવાતા રાગમાં–ગીત, ધોળ, ગરબાની પદ્ધતિ પ્રમાણે ચાર ભાગ પાડી પુસ્તક છાપ્યું છે. પહેલા ભાગમાં ઈશ્વરપ્રાર્થના, ભક્તિ અને ઉપકાર ઉપરાંત ક્ષણભંગુર દેહ, માતાએ પુત્રીને દીધેલી શિખામણ, વખત નકામો ન ગુમાવે, ઉદ્યમ અને ઉદ્યમથી થયેલાં કામ વિષે ગરબીઓ છે.
બીજા ભાગમાં વિદ્યા, કેળવણીના ફાયદા, કેળવણી, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા વિષે, સારી શીખ સુણવા વિષે ગરબીઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org