________________
૩૦૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
મહાત્મા થવું હોય તે ઉપકારબુદ્ધિ મહાત્મા અને રાખે; પુરુષના સમાગમમાં રહો; આહાર, મોક્ષમાર્ગ વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સત્
શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખે. એ એકે ન હોય તે સમજીને આનંદ રાખતાં શીખે.
યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશે નહીં કે આપનારને ઉપકાર એળવશે નહીં.
જ્ઞાની અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે.
જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી મેક્ષની તાત્પર્યતા મળી નથી.
સપુરુષના અંત:કરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ.
એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે.
સ્વાદને ત્યાગ એ આહારને ખરે ત્યાગ જ્ઞાનીઓ કહે છે.
આ કાળમાં આટલું વધ્યું – ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ.
સપુરુષે કહેતા નથી, કરતા નથી, છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે.” (“વચનામૃત” ૨૧)
બાહ્ય ભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત–નિર્લેપ રહે; એ જ માન્યતા અને બોધના છે.” (૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org