________________
૩૦૩
શ્રીમદુની સલ્શિક્ષા
જે આજે તારાથી કઈ મહાન કામ થતું હોય તે તારા સર્વ સુખને ભેગ પણ આપી દેજે.
વ્યવહારને નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે.
સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય.
જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે.
આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે. એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે.
ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતે હે પરંતુ નિરપાધિમય હોય તે ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારે આજને દિવસ અપવિત્ર કરીશ નહીં.
સશીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. એ વાત જે માન્ય ન હોય તે અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ.
આ સઘળાંને સહેલે ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા.”
[ “પુષ્પમાળા” ૨] વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ
મહાપુરૂષનાં આચરણ જેવા કરતાં તેનું અંતઃકરણ જેવું એ વધારે પરીક્ષા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org