SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા હું ધર્મ પામ્યું નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી વીતરાગ પુરુષોને ધર્મ આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય–સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરૂષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.” (૮૪૩) વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવન અનઅધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી; સંસારરેગનું ઔષધ તે પણ તેને જેવું જીવને સંસારરેગ | મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિતવન કરવું. આ પરમતત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! | હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.” (પ૦૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy