SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની શિક્ષા ૨૮૭ પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બેધ લક્ષ જેવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણુ છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલે છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા ગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગ સૂત્રમાં ત્રાષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે? હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે સરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે – ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને મેક્ષપ્રાપ્ત થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy