________________
શ્રીમદની સશિક્ષા
વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પેાતાનું નિર્વીર્યપણું જોઈને ઘણા જ ખેદ થાય છે, અને મુમુક્ષુઓને મુખે કરી આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને હૃદયમાં રાખવા યાગ્ય તિરસ્કારની વૃત્તિથી જોઇ, ક્રી મહંતપુરુષનાં ચિરત્ર અને વાકચનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલા ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ચેાગ્ય છે.” (૮૧૯)
અનંત સંસાર વધવાનું કારણ અને અનંત સંસાર નાશ કરવાનું કારણ
જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયેગકૃષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે; અને તે વાકયો જિનાગમને વિષે છે. ઘણા જીવા તે વાકયો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાકયને અફળ અને ખીજા વાકયને સફળ કર્યું હોય, એવા જીવા તે ક્વચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાકયને સફળ અને બીજા વાકયને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેવાં પરિણામમાં આવતાં તેને વખત લાગતા નથી, કારણ કે અનાદિ કાળથી મેહ નામના દિરા તેના ‘આત્મા’માં પરિણામ પામ્યા
Jain Education International
२७८
For Personal & Private Use Only
www.jainelibrary.org