________________
૨૬૮
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પિટ્યા હતા, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરે ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કેચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મેઢે પાણી કે આંખે પાણી કે પરસેવે કઈ પણ પિણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહને સંબંધ છૂટ્યો. પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારશીભાઈ અને નવલચંદભાઈની પાસે છે. પિતે તદ્દત વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પિતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ યંગ્ય ધાર્યું હતું. હવે આપણે કેનું અવલંબન રહ્યું ? માત્ર તેઓશ્રીનાં વચનામૃતનું અને તેમનાં સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org