SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ અંતિમ ચર્યા વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. પછી સ્મરણમંત્ર મુમુક્ષુઓને જણાવવા પરમકૃપાળુ દેવે અમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યું, તેનું પિોતે આરાધના કરવા લાગ્યા.” શ્રીમદે છેલલા દિવસમાં ભાઈ ધારશીભાઈને કેટલાંક પદો લખાવ્યાં હતાં. ભાઈ મનસુખભાઈએ શ્રીમની આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે છે : “મનદુઃખ–હું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડક્તરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓશ્રીની વાણું સમજી શકવાને અસમર્થ હતે. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, “તમે નિશ્ચિત રહેજે, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે, તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.” આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તે એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિત રહેજે, ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયે કરતાં શરદી ઓછી થઈ ગઈ. પિણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પિોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતે; માને ઠીક તવણી છતાં વ્યા કે અશનિ “ શક્યા નહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy