________________
અંતિમ ચર્યા
ર૫૯
માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કેઈને એક વ્રત પચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયે નથી. કહેવાને હેતુ એ છે કે સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે.
તેને ખરેખર આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી કયારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વ સંગ પરિત્યાગાદિ થાય તે હજારે માણસ મૂળ માર્ગને પામે અને હજારે માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે.
ધર્મ સ્થાપવાનું માન મોટું છે તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તે પણ, માર્ગ ઉપદેશ નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાને વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપે હોય તે મારી દશા યથાયોગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org