________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં, જેને કઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જમે? અર્થાત્ એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તે ઈચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કેરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું,
જ્યાં સુધી યથાયોગ્ય ય ન થાય ત્યાં સુધી, એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તે તેવું સ્થાન કયાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું ? | ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તે જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org