________________
ભાષાંતરા અને વિવેચના
સં. ૧૯૫૩ માં લખેલાં અવતરણા માસિદ્ધાંત' નામે પ્રસિદ્ધ થયેલાં છે, તેમાં દ્રવ્યપ્રકાશ' લેખમાં ‘વ્યસંગ્રહ’ના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરા રહેલા તે લેખ છે. તે જ અંકના આઠમા વિભાગમાં ‘દ્રવ્યસંગ્રહ'ની ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર શ્રીમદે કરેલું છપાયું છે. મૂળ ગાથાઓનું રહસ્ય, ગ્રંથકારે જે ભાષ દર્શાવવા ગાથાઓ લખી છે, તે જ ભાવ સ્પષ્ટ પ્રગટ થાય તેમ, શ્રીમદે સુંદર ભાષામાં જણાવ્યું છે.
વીશ વર્ષ સુધીનાં લખાણ વિષે લખતાં શ્રી ચિદાનંદજીના ‘સ્વરાય’નું વિવેચન શ્રીમદે કરવા માંડેલું જણાવ્યું છે. તે જ પ્રમાણે શ્રી આનંદઘનજીની ચાવીશીનાં સ્તવનામાં જે રહસ્ય છે તે વિસ્તારપૂર્વક જણાવવા શ્રીમદે શરૂઆત કરેલી છે. પ્રથમના બે સ્તવનનાં અધૂરાં વિવેચને જેટલાં શ્રીમદ્ રાજચંદ્ર' ૭૫૩મા અંકમાં પ્રસિદ્ધ થયાં છે, તેમાં શ્રીમદ્ની વિવેચન શૈલી કેવી મનેાહર અને તલસ્પર્શી છે તે જણાઈ આવે છે. કોઇ મહા બુદ્ધિશાળી ભવ્ય જીવને સ્તવનાનું વિવેચન લખવું હોય તે આદર્શરૂપ આ બંને સ્તવનાનું વિવેચન છે. શ્રી આનંદઘનજીના હૃદયમાં રહેલા અપ્રગટ વિચારો ઉકેલવાની કળા એ વિવેચનામાં વાંચનારને ચકિત કરી નાખે તેવા રૂપે પ્રગટ પ્રદર્શિત થયેલી છે.
૨૫૩
શ્રી યક્ષેાવિજયજીએ લખેલી આઠ દૃષ્ટિની સજ્ઝાયની છઠ્ઠી સૃષ્ટિમાંથી એક *કડી લઇ તેનું વિવેચન ૩૯૩, ૩૯૪, * “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરંત, તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત ’
—શ્રી યશેાવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org