________________
૨૫૧
ઈડરના પહાડ ઉપર તેઓના આત્મવીર્યની અદૂભુતતા તથા નિર્ભયતા વિષે વિચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા.
છઠ્ઠા દિવસે અમને વિહારની આજ્ઞા થવાથી સાતે મુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. હું, મેહનલાલજી, નરસીરખ ત્રણે ઈડરની આસપાસ નાનાં નાનાં ગામમાં વિહાર કરતા. ત્યાં પહાડ, જંગલ આદિ નિર્જન અને ત્યાગીને અનુકૂળ ક્ષેત્ર દેખાવાથી ધ્યાનાદિ ક્રિયા કરવા અહીં ઠીક પડશે એવી ભાવનાથી રહ્યા. સવારમાં પહાડ ઉપર જઈ પરમ કૃપાળુ દેવે જણાવેલ આજ્ઞા પ્રમાણે થોડા થોડા અંતરે ત્રણે મુનિઓ બેસી પરમ ગુરુને થયેલે બેધ, અથવા તેઓશ્રીના લખેલા પત્રો દ્વારા થયેલા ઉપદેશમાંથી વાંચન કરી, ધ્યાનપૂર્વક મનન, નિદિધ્યાસન, આત્મપરિણમન કરતા. તેમ જ કેઈ વેળા ભક્તિમાં સોનેરી કાળ વ્યતીત થતું. ઘેડા જ દિવસ ઉપર શ્રવણ કરેલો બેધ સ્મૃતિમાં હતું, તેની ખુમારીમાં આ એકાંત સ્થળ વૃદ્ધિ કરતું હતું.”
આ વખતે શ્રીમદ્ ત્રણેક માસ ઈડરમાં રહ્યા હતા. ગુફામાં ઘણે વખત રહેતા; તથા વનમાં વિચરતા. ઈડરથી વવાણિયા તરફ શ્રીમદ્ ત્રણેક માસ માટે ગયા હતા અને પાછા ફરી ઈડર છેડા વખત માટે આવી મુંબઈ ગયા, ત્યાં સાતઆઠ માસ રહ્યા હતા.
ધર્મપુરનાં જંગલમાં પણ થોડે કાળ સં. ૧૯૫૬ માં શ્રીમદ્ નિવૃત્તિ અર્થે રહ્યા હતા, ત્યાંથી વવાણિયા ગયા હતા અને મોરબીમાં પર્યુષણ પર્વ સુધી બે માસ રહ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org