________________
૨૪૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વિકટ છે તેથી આપણને અંતર પડે છે અને તેઓશ્રી તે ઘણું ઉતાવળા ચાલે છે.
પરમગુરુ ઉપર વહેલા પહોંચી ગયા અને એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. અમે પણ ત્યાં જઈ વિનય કરી બેઠા. આ વખતે તેઓશ્રી બેલ્યા કે અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજે. જુઓ આ સિદ્ધશિલા છે, અને આ બેઠા છીએ તે સિદ્ધ. એમ કહી અદ્ભુત રીતે દ્રષ્ટિ પલટાવીને કહ્યું કે આ બધી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચે આવે, તેમ તેમ પ્રગટ થાય છે. એટલું કહી પ્રશ્ન કર્યો કે આપણે આટલે ઊંચે બેઠેલા છીએ તેમને કઈ નીચે રહેલે માણસ દેખી શકે?
મેં કહ્યું: “ના, ન દેખી શકે.”
ત્યારે પરમગુરૂએ કહ્યું: “તેમ જ નીચેની દશાવાળે જીવ તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણું શક્ત નથી. પણ ગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તે દેખી શકે.
આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી સઘળું જોઈ શકીએ છીએ અને નીચે ભૂમિ ઉપર ઊભેલે માત્ર તેટલી ભૂમિ દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે કે તું શેડે ઊંચે આવ, પછી જે, તને ખબર પડશે.” એમ વાત થયા પછી, પિતે ઉત્તરાધ્યયન' સૂત્રની ત્રીજા અધ્યયનની પહેલી ગાથા કઈ એવા અલૌકિક દિવ્ય સૂરથી અને મોહક આલાપથી બોલ્યા કે વનમાં ચેપાસ તેને પ્રતિષ (પડઘો) પ્રસરી રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org