________________
ઈડરના પહાડ ઉપર
૨૪૫ ઠાકરશી કૂંચીઓ લઈને હાજર થયા અને અમને બીજી વખત ઈડરના ગઢ ઉપર દર્શનાર્થે જવાની આજ્ઞા થઈ. પિતે શહેરમાં પધાર્યા. અમે ઠાકરશીને સાથે લઈ બને દેરાસરમાં દર્શન કરી, ભુરા બાવાની ગુફા, તેમ જ પહાડની ટોચે જ્યાં જ્યાં કૃપાળુદેવ વિચરેલા, સમાધિ, ધ્યાન આદિ ક્રિયાઓ કરવામાં આવેલી છે તે સ્થાને જઈ નીરખી અમને આનંદ આવવાથી તે તે ક્ષેત્રની આસપાસ ફરી સ્તુતિ ભક્તિ કરતા પ્રત્યક્ષ સગુરુનાં પવિત્ર ચરણોને સ્પર્શ જે ભૂમિને થયેલે તે જોઈ હદયમાં અમને થતું કે ધન્ય આ ભૂમિ, જ્ઞાની વિના આવી ચર્ચા પણ કોની હોય? આમ પ્રશંસા કરતા અને સદ્ગરનાં ભક્તિપૂર્ણ પદોને ઉચ્ચાર કરતા અમે ઉપાશ્રયમાં આવ્યા.
–પાંચમે દિવસઆજે તે સાંકેતિક નકી કરેલા) આમ્રવૃક્ષ નીચે અમને સાતે મુનિઓને આવવા આજ્ઞા થયેલી. તે પ્રમાણે અમે ત્યાં ગયા. પરમકૃપાળુ દેવ પણ ત્યાં પધાર્યા. તે આંબા નીચે અમને તે પરમ સદૂગુરુને સમાગમ થતું એટલે જાણે ત્રિકના સારરૂપ કલ્પવૃક્ષ તુલ્ય તે આંબો થઈ પડ્યો હતે.
પરમ કૃપાળુદેવ સાથે અહીંથી કંટક આદિથી વિકટ પંથે અમે આજે ચાલ્યા; તેપણ તેઓશ્રી અમારા સર્વની આગળ નિર્વાણમાર્ગ બતાવનાર સાર્થવાહની માફક ત્વરિત ગતિથી આગળ ચાલતા હતા. આ વખતે શ્રી વેલશીરખ નામના વૃદ્ધ મુનિ બોલ્યા કે આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? કારણ કે ઉપર ચઢવાને માર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org