________________
ઈડરના પહાડ ઉપર
૨૪૩
અર્ધું વાંચ્યા હતા. તે વખતે સાધુ સમુદાયની અદ્ભુત વૈરાગ્યદશા વડે સદ્ગુરુની ભક્તિ આત્મામાં ઉલ્લાસ પામી હતી. તીવ્ર વૈરાગ્ય દશામાં આવી શ્રી દેવકરણજી ખેલ્યાઃ ‘હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે ?' પરમગુરુ બોલ્યા : ‘તમને કોણ કહે છે કે ગામમાં જાઓ ?” ત્યારે મુનિ દેવકરણજી ઓલ્યા : ‘શું કરીએ ? પેટ પડ્યું છે.’ કૃપાનાથે કહ્યું : ‘મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હેાત, તે ગામમાં નહીં જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.’
પછી પરમગુરુએ સાધુમંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો : બ્યાગના અભ્યાસીએ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હાવાનું જણાવે છે તે શું હશે ?” આ પ્રશ્નના ઉત્તર અમે કોઇ આપી શકયા નહીં. ત્યારે પાતે તે પ્રશ્નના ખુલાસે કર્યા : ધ્યાનની અંદર ચિંતવે તેવું તે ચેાગાભ્યાસીને દેખાય છે. દૃષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવા ચિંતવી આ પહાડ જેવડું પૂછડું હાવાનું ચિંતવે તે તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી; પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.'
આટલે ખુલાસા કર્યા પછી સિદ્ધ આત્માના પર્યાય સંબંધી પાતે જ સ્પષ્ટીકરણ કરી સમજાવ્યું હતું કે સિદ્ધ ભગવાનને જે કેવળજ્ઞાન છે તે કેવળજ્ઞાન વડે આપણે અહીં આટલા બેઠા છીએ તે રૂપે જાણે છે. પછી આપણે અહીંથી ઊડી જઇએ ત્યારે તે રૂપે જાણે; એમ સિદ્ધના પર્યાય પલટાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org