________________
૨૩૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગેચર છે, પણ તે છે જ.”
પ્રશ્ન : “જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઈચ્છું છું.”
ઉત્તર: “જી અનેક છે.” પ્રશ્ન : “જડ, કર્મ એ વસ્તુતઃ છે? કે માયિક છે?” ઉત્તરઃ “જડ, કર્મ, એ વસ્તુતઃ છે. માયિક નથી.” પ્રશ્ન : “પુનર્જન્મ છે?” ઉત્તર: “હા, પુનર્જન્મ છે.”
પ્રશ્નઃ “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ?”
ઉત્તર : “ના”
પ્રશ્ન : “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કોઈ તત્વનું બનેલું છે?”
ઉત્તર : “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.”
ખેડાથી શ્રીમદ્ મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા હતા. એકાદ માસમાં શ્રીમને ઈડર નિવૃત્તિ અર્થે જવાને અવકાશ પ્રાપ્ત થયે. નડિયાદ સ્ટેશને મોતીલાલ મળ્યા. તેમને મુનિઓ વિષે પૂછતાં મેતીલાલે કહ્યું કે બધા મુનિએ અહીં છે. ઈડર નિવૃત્તિ અર્થે પિતે જાય છે એવા સમાચાર છેવટે મુનિઓને કહેવરાવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org