________________
ચારેતરમાં પુનરાગમન
૨૨૫ શ્રીમદે લખેલ અત્યંતર નોંધપોથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતું તે ઉતારી આપવા શ્રી અંબાલાલભાઈને સૂચના કરી અને તેનું અવગાહન કરવા શ્રી લલ્લુજીને ભલામણ કરી હતી. ઘણુ તીવ્ર પિપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાધનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ થઈ.
છેલે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્જીએ એક કલાક બેધ આપ્યો અને દ્રષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. ઘણા પ્રશ્નોત્તરે પછી જ્યારે શ્રી લલ્લુજી સ્વામીને તે આશય હદયગત થયે ત્યારે શ્રીમદ્જી બોલતા અટકી ગયા.
વસમાં મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રીમદુની સેવામાં રહેતા તેની મારફતે નડિયાદની આજુબાજુમાં કઈ એકાંત સ્થળ રહેવા ગ્યા હોય તેની તપાસ શ્રીમદે કરાવી હતી. નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલે મળી શકે તેવી ગોઠવણ થઈ. એટલે શ્રી અંબાલાલ, લહેરાભાઈ અને મેંતીલાલ એ ત્રણની સાથે શ્રીમદ્ ઉત્તરસંડાને બંગલે પધાર્યા. બીજા કેઈને ત્યાં આવવાની મનાઈ કરી હતી. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા પિતે કરી લેતા. પરંતુ શ્રીમદુને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી, શ્રી અંબાલાલભાઈ રઈને સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા તે બધું લઈ જવાની આજ્ઞા કરી, એક મેતીલાલને સેવામાં રાખ્યા. શ્રી અંબાલાલ બંગલે ખાલી કરી બધે સામાન ગાડામાં ભરાવી લઈ નડિયાદ ગયા. મેતીલાલે પિતાને માટે એક ગાદલું રખાવ્યું હતું તે અને પાણીના લેટા સિવાય બીજું કંઈ રહ્યું નહીં. શ્રી અંબાલાલ મોતીલાલને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બે ત્રણ વખત ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org