________________
૨૨૪
શ્રીમદ્ ાજય
વનકળા
થઈ તણાઈ જવું નહીં. તેને ગમે તેથી આપણે ખીજું ચાલવું, વર્તવું.”
''
મુનિ મેહનલાલજીએ પૂછ્યું : “ મારે ધ્યાન કેવી રીતે
કરવું ? ”
શ્રીમદે ઉત્તર આપ્યા : “શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાઉસગ્ગ કરી સાંભળ્યા કરવું; અર્થનું ચિંતન કરવું.”
એક માસ પૂર્ણ થયા, ત્યારે મુનિઓને જાગ્રતિ આપતાં શ્રીમદે કહ્યું : “ હું મુનિએ ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરેા છે, પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશેા. પાંચસા, પાંચસેા ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીના સમાગમ થશે નહીં.”
શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું : “જે કોઈ મુમુક્ષભાઇએ તેમ જ બહેના તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન ખતાવવાં : (૧) સાત વ્યસનના ત્યાગના નિયમ કરાવવેા. (૨) લીલેાતરીને ત્યાગ કરાવવેા. (૩) કંદમૂળના ત્યાગ કરાવવે.
(૪) અભક્ષ્ય પદાર્થોના ત્યાગ કરાવવા. (૫) રાત્રિભજનના ત્યાગ કરાવવે. (૬) પાંચ માળા ફેરવવાના નિયમ કરાવવેા. (૭) સ્મરણ બતાવવું.
(૮) ક્ષમાપનાનેા પાઠ અને વીસ દોહરાનું પઠનમનન નિત્ય કરવા જણાવવું
(૯) સત્તમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org