SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પુષ્ટ કરનારે આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બંધની ખુમારી દીર્ઘ કાળ સુધી રહી હતી.” એક દિવસે વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. શ્રી ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું : “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું ?” શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી છીંકણું વહેરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપણું વહોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.” શ્રીમદ વિનોદમાં કહ્યું : “ચા અને છીંકણું વહોરી લાવવી અને આહારપાણ કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર ?” પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓને પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવા અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરે; ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવી નહીં, તમારે સંસ્કૃતને અભ્યાસ કરે.” | મુનિ મેહનલાલજીએ કહ્યું: “મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાને જેગ ક્યાંથી બને?” શ્રીમદે તેના ઉત્તરમાં કહ્યું : “બેગ બની આવ્યથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy