________________
૨૨૧
ચારેતરમાં પુનરાગમન હતા; તેમાં એક એ પાઠ છે કે બ્રાહ્મણને જમાડવાથી જીવ તમતમામાં જાય. આ પાઠનું વાચન કરતાં સંશય થયે એટલે આ બાબતમાં આપણે પરમકૃપાળુ દેવને પૂછવું એમ ધારી અમે તેઓશ્રીના મુકામે ગયા. ઉત્તરાધ્યયનને પાઠ બતાવ્યું. ત્યારે પિતે કહ્યું કે તમતમાં એટલે અતિ અંધકાર, તે મિથ્યાત્વ છે. તેમાં જાય એટલે ધર્મબુદ્ધિએ બ્રાહ્મણને જમાડવાથી મિથ્યાત્વનું પિષણ થાય, તેના પરિણામે જીવ અનંત કાળ પર્યત રખડે, તેમ જ અનંત કાળ નરકાદિ ગતિઓમાં દુઃખ ભેગવે. તદુપરાંત વિવેચન કર્યું કે “સૂયગડાંગમાં બ્રાહ્મણને બિલાડા જેવા કહ્યા છે, કારણ કે તેની વૃત્તિ બીજાનું લઈ લેવાને તાકી રહેલી હોય છે. તેથી તે રૂપે વર્ણન કર્યું છે.
આ શાસ્ત્રના પરમાર્થરૂપ ખુલાસે સાંભળવાથી સદ્દગુરુ વિષે પ્રતીતિ વૃદ્ધિપણાને પામી. એક વખતે પ્રાસંગિક બંધ આપતાં કહેલું કે સમકિતીને આઠ મદ માંહેલો એક પણ મદ હેય નહીં. તેમ જ જીવને ચાર દોષમાંથી એક પણ દોષ હોય ત્યાં સુધી સમતિ થાય નહીં, તે ચાર દોષે – (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધતા (૪) રસમૃદ્ધિ એ છે. તેના સમર્થનમાં બેઠાણગ” સૂત્રને પુરાવે આપે હતે.
એક દિવસે પરમકૃપાળુ દેવે અમને બોલાવ્યા. અમે મુનિઓ ત્યાં ગયા, નમસ્કાર કરી બેઠા, એટલે અમને બેસી રહેવાની આજ્ઞા કરી અને પિતે ઊભા થઈ મકાનનાં બારીબારણું બંધ કરી દીધાં. માત્ર અમે ત્રણ સાધુ અને પોતે એમ ચાર રહ્યા. આ વખતે અમને મુનિઓને ઉદ્દેશીને ઈન્દ્રિયનિગ્રહ સંબંધી અમાપ બંધ કર્યો હતે, અને કહેવામાં આવ્યું હતું કે જે આહાર માંસને વધારે છે તે શરીરને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org