________________
૨૨૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બેલ્યા કે સ્થવિરકલ્પીઓ જિનકલપી ઉપર દાઝે બન્યા તેથી બોલ્યા કે તમે સ્થવિરકલ્પી થશે, ત્યારે તમારે મેક્ષ છે. આમ આનંદપૂર્વક જવાબ આપે; ત્યાર પછી ચરામાંથી સૌ પિતપતાને સ્થાને ગયા.
–ચરામાં ત્રીજે દિવસ– ત્રીજે દિવસે બપોરના એ જ ચરામાં અને એ જ રાયણના વૃક્ષ નીચે ગયા. આ વખતે કૃપાળુદેવ અને અમે મુનિઓ જ માત્ર ગયા હતા. પરંતુ પાછળથી મુમુક્ષુ ભાઈઓ અને કેટલીક બહેને ત્યાં દર્શન, સમાગમ માટે આવેલાં. સૌ બેઠા પછી ભાદરણવાળા ધેરીભાઈને મલ્લિનાથનું સ્તવન આનંદઘનજી મહારાજનું બનાવેલું બોલવા તેઓશ્રીએ આજ્ઞા કરી અને વારંવાર તે આઠ વખત બેલાવરાવ્યું, તેના અર્થ ધરીભાઈ પાસે કરાવ્યા. પછી એ જ સ્તવનના વિશેષાર્થ પિતે અલૌકિક કર્યા. ત્યાંથી આનંદની ધૂનમાં ગાથા બેલતાં ગામ તરફ સિધાવ્યા. રાગી શું રાગી સહુ રે, વૈરાગી શ રાગ, મનરાવાલા રાગ વિના કેમ દાખવેરે, મુક્તિસુંદરી-માગ, મનરાવાલા.
નેમિનાથ સ્તવન - આનંદધનત અને મનહર પદમાંથી જેને કાળ તે કિંકર થઈ રહ્યો એ પદ આકર્ષક અવાજે મોટા સૂરથી બેલતા હતા અને પ્રેમાવેશ દ્વારા બીજાના હૃદયમાં પણ દિવ્યાનંદને સંચાર થાય અને હદય પ્રેમપ્રવાહે છલછલ ઊભરાઈ જાય, એવા આનંદ સહિત એક મકાન સુધી ધૂન ચાલી. તેઓશ્રીની પાછળ પાછળ અમે સાધુઓ તથા મુમુક્ષુએ ગામમાં આવ્યા.
એક દિવસે મેહનલાલજી ઉત્તરાધ્યયનમાંથી ભેગુ પુરોહિતવાળું ૧૪મું અધ્યયન ઉપાશ્રયમાં વાંચી સમજાવતા
ત૨ થઈ રહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org