SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા - ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળા, ગુણી હતા. અમારા ઉપર તેએ વહાલ સખતા. તેઓને સર્પ ડસ્યા તેથી તત્કાળ ગુજરી ગયા; એમ વાત સાંભળી અમે પિતામહ પાસે ઘેર આવ્યા. ગુજરી જવું એટલે શું તે અમે જાણતા નહેાતા. પિતામહને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું —એ વાતની અમને ખખર પડશે તે ભય પામશું. એ કારણથી પિતામહે કીધું કે રાંઢા કરી લે (જમી લે) વગેરેથી એ વાત ભુલાવવા ઘણી ઘણી યુક્તિએ કરી પણ અમે ગુજરી જવા વિષે આ પહેલી જ વખત સાંભળેલ હાવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલ, તેથી ફરી ફરી તે જ સવાલ કરતા રહ્યા. પછી પિતામહે કીધું : ‘હા, તે વાત ખરી છે.’ અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું ? પિતામહે કીધું : “તેમાંથી જીવ નીકળી ગયા, અને હવે તે હાલી, ચાલી, ખેાલી શકે નહીં; કે ખાવું, પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના મસાણમાં ખાળી આવશે.’ અમે થોડી વાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા ખાવળ ઉપર ચઢી જોયું, તે ખરેખર ! ચિતા ખળતી હતી. કેટલાક માધુસા આસપાસ બેઠેલા જોયા. તે વખતે અમને વિચાર થયા કે આવા માણસને ખાળી દેવા એ કેટલી ક્રૂરતા ? આમ શા માટે થયું ? વગેરે વિચાર કરતાં પડદો ખસી ગયા.'' આટલું કહીને તે તરત ઊભા થયા. પદમશીભાઈએ કહ્યું : “સાહેબજી, એ વિષે હજી હું વધારે જાણવા માગું છું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy