________________
૨૧૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વૈદ્યોએ પણ પિતાપિતાની દુકાને ખલી, ધંધે ચલાવ્યું, અને લેકેને સસ્તી દવા મળવાથી, તેને તરફ વળ્યા. તેમાં સાચા વૈદ્યની દવા જેટલા અંશે દરદીને આપે તેટલા અંશે દરદીને લાભ થાય; પણ પિતાની કાલ્પનિક દવાને દરદી ઉપર ઉપયોગ કરે ત્યારે રેગની વૃદ્ધિ થાય એમ કહી, તેને ઉપનય બદ્ર દર્શન ઉપર લીધે કે સાચે વૈદ્ય તે સર્વ વીતરાગ દેવ છે અને બાકીના પાંચ ફૂટ વૈદ્યો છે તે સાચી દવા તરીકે દયા, બ્રહ્મચર્ય આદિ તેની પાસે છે તે સાચા (વીતરાગ) વૈદ્યની છે, તેથી તેને પ્રમાણમાં દરદીને લાભ થાય છે.
| દર્શનનું સત્ય સ્વરૂપ સમજાવનાર સદૂગુરુ જોઈએ. કુગુરુ હોય તે જીવને અવળું સમજાવે. તે સંબંધી પિતે કહ્યું કે સદ્ગુરુ હોય તે જીવને મેક્ષમાર્ગ પર લાવે અને કુગુરુ જીવનું જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધન લૂંટી લઈ દુર્ગતિએ પહોંચાડે છે. તે ઉપર દ્રષ્ટાંત : બહાદુર વળાવે લઈ જાન જતી હતી તેને હીજડા ચોર લૂંટાર બની પચીસનું ટોળું લૂંટવા આવ્યું. ત્યાં તે વળાવે હોંકારે કર્યો કે “અબે સાલે હીજડે ત્યાં તે બધું ટોળું ભાગી ગયું. તેમ સદ્ગુરુ સાચા હેય તે કર્મ ભાગી જાય છે.
–ચરામાં બીજે દિવસ ચરામાં રસ્તે જતાં પરમકૃપાળુ દેવ બોલ્યા કે ધર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. ત્યારે મેં પૂછ્યું કે અચિંત્ય ચિંતામણિ એટલે શું? ત્યારે પરમગુરુએ જણાવ્યું કે ચિંતામણિ રત્ન છે, એ ચિંતવ્યા પછી ફળ આપે છે. ચિંતવવા જેટલે તેમાં પરિશ્રમ છે અને ધર્મ અચિંત્ય એટલે તેમાં ચિંતવવા જેટલે પણ શ્રમ નથી એવું અચિંત્ય ફળ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org