SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આરમસિદ્ધિશાસ્ત્ર ૨૧૩ સ્વામી શ્રી લલ્લુજી આત્મસિદ્ધિ સંબંધમાં જણાવે છે: “તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બેલતાં, મારા આત્મામાં આનંદના ઊભર આવતા. અને એકેક પદમાં અપૂર્વ માહાન્ય છે, એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિને સ્વાધ્યાય, મનન નિરંતર રહ્યા કરી આત્મલ્લાસ થતું. કેઈની સાથે કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આત્માનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાત પર તુચછ ભાવ રહ્યા કરતે. માહામ્ય માત્ર એક સદ્ગુરુ અને તે ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.” ચેથી નકલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને મેકલાવેલી. તેમણે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીને ભક્તિપૂર્વક અભ્યાસ કરી પિતાને જે ભાવો ફુરેલા તે “આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવરણરૂપે દર અઠવાડિયે દશબાર પાનાં શ્રી અંબાલાલભાઈ ઉપર લખી મેકલતા. તેમાંનું કંઈ પ્રસિદ્ધ થયું જણાતું નથી. શ્રી અંબાલાલભાઈ આદિના પત્રોમાં તેની સૂચનાઓ આવે છે તે ઉપરથી કંઈક વિસ્તારથી આત્મસિદ્ધિ વિષે શ્રી માણેકલાલભાઈ લખતા એમ જણાય છે. ટૂંકામાં, અનેક યંગ્ય આત્માઓ એ શાસ્ત્રના અવલંબનથી ઉચ્ચ દશા પામે તેવી તે શાસ્ત્રમાં ચમત્કૃતિ છે, એ વાત ઉપરના ઉતારા ઉપરથી પણ સિદ્ધ થાય છે. e Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy