________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
२०३
સદ્દગુરુ ઃ જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ જડરૂપ છે, પરંતુ રાગદ્વેષાદિ ભાવકર્મ જીવની કલ્પનારૂપ છે માટે તે કર્મ ચેતનરૂપ છે, જડ નથી. જીવના રાગદ્વેષરૂપ ભાવકર્મને નિમિત્તે તથા જીવવીર્યની ફુરણાથી સૂક્ષ્મ જડ પરમાણુઓનું ગ્રહણ થાય છે. તે જ્ઞાનાવરણદિ આઠ દ્રવ્યકર્મ છે. વળી ઝેર અને અમૃત જડ છે તેથી તે જાણતા નથી કે અમને ખાનારને અમારે આવું ફળ આપવું છે પણ જીવ ઝેર ખાય તે ઝેર ચઢે છે, અને અમૃત પીએ તે અમર થાય છે. જે પ્રકારે શુભ અને અશુભ કર્મ એટલે પાપ-પુણ્ય બાંધ્યાં હોય છે તે પ્રકારે ભગવાય છે. એક રંક છે અને એક રાજા છે એમ જે વિચિત્રતા જગતમાં જણાય છે તેનું કારણ પણ જે પ્રકારે શુભાશુભ બાંધ્યાં છે તે પ્રમાણે જીવ ભગવે છે. તેથી જીવ કર્મને ભક્તા સાબિત થાય છે.
શિષ્ય : શુભાશુભ કર્મનું ફળ ઈશ્વર આપે છે એમ માનીએ તે જીવ ભક્તા છે એમ સમજાય, પણ એમ માનતાં એટલે ઈશ્વરને ઉપાધિવાળા માનતાં ઈશ્વરનું ઈશ્વરપણું ટળીને જીવપણું પ્રાપ્ત થાય છે, તે ઈશ્વર વિના સુખદુઃખ કેણ આપે?
સદ્દગુરુ ઃ ઝેર અને અમૃત પિતાના સ્વભાવપણે ખાનારને ફળ આપે છે તેમ આઠે કર્મો પિતાના સ્વભાવપણે જીવને ફળ આપે છે તેથી ઈશ્વરને ફળ આપનાર માનવાની કંઈ જરૂર રહેતી નથી.
શિષ્ય: ઈશ્વરને ન માનીએ તે આ ભવમાં કરેલાં પુણ્યનું ફળ સ્વર્ગમાં કેણ આપે? તથા દુષ્ટ કર્મની શિક્ષા આપવા નરકની રચના કણ કરે? અને નિયમિતપણે સારાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org