________________
૧૯૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ શ્વાસોચ્છવાસ પણ પ્રગટ જડરૂપ છે, તેથી તે પણ પિતાને અને પરને જાણવા સમર્થ નથી. ઈન્દ્રિયે પિતપોતાના વિષય ઉપરાંત બીજી ઇદ્રિ સંબંધી જાણી શકતી નથી, પણ પાંચે ઇન્દ્રિયેના વિષને આત્મા જાણે છે. આત્માની સત્તાથી દેહાદિ સર્વ પ્રવર્તે છે; છતાં સર્વ અવસ્થાઓમાં જે જુદો જ રહે છે, જાણનાર રૂપે રહે છે, તે જીવ ચૈતન્યરૂપ લક્ષણે સર્વ અવસ્થામાં સ્પષ્ટ ઓળખી શકાય તેવે છે. જે ઘટ, પટ આદિ પદાર્થોને તું જાણે છે તે પદાર્થોને માને છે, પણ જાણનાર પદાર્થ જે પ્રથમ હોય તે જ તે પદાર્થો દેખી જાણી શકાય છે, તે જાણનાર એવા આત્માને તું માનતા નથી. તે ઘટ, પટ આદિનું જ્ઞાન આત્મા સિવાય કેવા પ્રકારે ઘટી શકે તેને વિચાર કર.
જડ અને ચેતન એ બને દ્રવ્યોને સ્વભાવ પ્રગટ ભિન્ન ભાસે તે છે. કોઈ કાળે જડ, ચેતન એક રૂપે થઈ જાય તેવી જાતનાં તે દ્રવ્ય નથી. માટે ત્રણે કાળે જુદાં રહેનાર એ દ્રવ્યો હોવા છતાં “આત્મા નથી એવું માને છે તે તે શંકા કરનાર કોણ છે? એને વિચાર કેમ કરતો નથી? આ જ મને તે અસીમ આર્થરૂપ લાગે છે.
(૨) આત્માના નિત્યત્વ વિષે શંકા કરતે શિષ્ય હવે આ પૃથ્વી ઉપર વસતી પ્રજાના મોટા ભાગની ધર્મ માન્યતાને પક્ષ કરીને પ્રશ્ન પૂછે છે –
શિષ્યઃ હે સદ્ગુરુ! આપે આત્મા હોવાનાં પ્રમાણ આપ્યાં તે ઊંડા ઊતરી વિચારતાં આત્મા નામનું તત્વ હોવું જોઈએ એવું લાગે છે. પરંતુ દેહની સાથે ઉત્પન્ન થતું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org