________________
વડવા રસ્થાને સમાગમ
૧૮૫
કરનારને વીતરાગ ભાવના પ્રગટાવે એવી પરમ ઉપશમરૂપ વાણીને પરમ દાતાએ અમારા પર દયા લાવી પરમ કલ્યાણરૂ૫ બેધ કર્યો હતે. જે સાંભળી દેવકરણજી વગેરે સર્વ મુનિઓના ચિત્તમાં પરમ આનંદ થયે હતે. રસ્તે પાછા ફરતાં શ્રી દેવકરણજીએ જણાવ્યું કે હાશ! હવે તે ઘણે ભાર એ છે થઈ ગયા અને હલકા ફૂલ જેવા કરી નાખ્યા. આમ ઉપદેશામૃતની પ્રશંસા કરતા અને બધભાવની વૃદ્ધિ સાથે આત્મચિંતવન કરતા, આત્મોલ્લાસ દર્શાવતા હતા.
આ બીજા દિવસને બોધ તે જેમ અષાઢ માસમાં અખંડ ધારાએ વૃષ્ટિ થાય, તેમ અતૂટ ધારાએ પરમ ઉપશમાં ભાવ પ્રાપ્ત થાય એવું બંધ કરુણાસાગરે કર્યો હતે. આ બે પરમકૃપાળુ દેવે વડવા મુકામે કરેલ તે વિષે સંક્ષિપ્ત નોંધ છે.
– ત્રીજે દિવસ ત્રીજે દિવસે સવારમાં મુનિ મોહનલાલજી વડવા ગયા, તે વખતે પરમકૃપાળુ દેવની મુખમુદ્રા પરમ ઉદાસીન ભાવમાં જેવામાં આવેલી. પોતે કઈ મુમુક્ષુને પત્રના ઉત્તરે લખતા હતા. તથાપિ તેમની મન, વચન, કાયાની ચેષ્ટા દેખતાં અપૂર્વ ભાવ ભાસ્યું હતું. આ પત્ર લખી રહ્યા ત્યાં સુધી મુનિ મેહનલાલજીના સામે દ્રષ્ટિ પણ કરી નહીં. જાણે એક વીતરાગશ્રેણીમાં પિતે નિમગ્ન હતા અને લેખિની એકધારાએ અસ્મલિતપણે ચાલતી હતી. આમ લેખનકાર્યની પ્રવૃત્તિ છતાં અંતરદશા અલૌકિક વર્તે છે, એવું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું. પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મેહનલાલજીના સામે જોઈ પૂછવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org