________________
૧૯ વડવા સ્થાને સમાગમ
–પ્રથમ દિવસ– શ્રી લલ્લુજીના સમાગમને લીધે બીજા પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલે; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પધારવાના ચક્કસ સમાચાર મળતાં યે મુનિઓ શ્રીમદ્ભી સામે ગયા. રાળજથી રથમાં બેસીને શ્રીમદ્ તથા શ્રી ભાગ્યભાઈ આવતા હતા, મુનિઓને દીઠા ત્યારે શ્રી સેભાગ્યભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા.
પછી શ્રીમદે યે મુનિઓને એકાંત સ્થળે વડવામાં બેલાવ્યા. બધા મુનિએ નમસ્કાર કરી શ્રીમના ચરણકમળ પાસે બેઠા. શ્રી લલ્લુજીનું હૈયું ભરાઈ આવ્યું અને બોલ્યા : “હે નાથ ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખે. આ મુહપતી મારે જોઈતી નથી.” એમ કહી તેમણે શ્રીમદ્ભા આગળ મુહપત્તી નાખી અને આંખમાં અણુ ઊભરાતાં ગદુગદ્ વાણીથી બોલ્યા : “મારાથી સમાગમને વિરહ સહન થત નથી.” આ દ્રશ્ય જોઈ શ્રીમનું કોમળ હૃદય પણ રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો કેમે કર્યો અટકે નહીં. શ્રી લલ્લુજી સ્વામીને મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો ! ભક્તવત્સલ ભગવાન, મારે અવિનય અપરાધ થયે હશે? હવે શું કરું? ઇત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org