________________
૧૮ ચરોતર પ્રદેશમાં વિચરવું
પ્રથમ ખંભાત શ્રીમદ્ એક અઠવાડિયું સં. ૧૯૪૬માં રહ્યા. પછી થોડો વખત ખંભાતથી થોડે દૂર રાળજ નામના ગામમાં સં. ૧૯૪૭ માં રહ્યા હતા, તે વખતે અજાણપણે
એકાંતમાં રહ્યા હતા. હડમતાળા (હડમતિઆ)થી મુંબઈ જતાં વચ્ચે ખંભાત સં. ૧૯૫૧ ના આસો માસમાં આવ્યા હતા. મુંબઈથી સં. ૧૫૨ માં શ્રીમદ્ લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને ચરેતરમાં આવ્યા હતા. શ્રી અંબાલાલભાઈ, શ્રી ભાગ્યલ્ટાઈ તથા શ્રી ડુંગરશી ગોસળીઆ સાથે શ્રીમદ્ બાર દિવસ અગાસ પાસેના કાવિઠા ગામમાં રહ્યા હતા. પછી શ્રીમદ્ રાળજ ગામમાં પારસીને બંગલે આઠદશ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી વગેરે સાધુઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. ચોમાસામાં સાધુથી વિહાર કરી બીજે ગામ ન જવાય એ જૈન મુનિઓને આચાર છે, તેને અનુસરીને શ્રી લલુજી સ્વામી જંગલમાં હંમેશ નિવૃત્તિ અર્થે જતા, પણ રાળજ સુધી જવાતું નહીં. ખંભાતના બધા મુમુક્ષુઓને દર્શન અને બોધને લાભ મળતું અને તેમને આટલે પાસે હોવા છતાં દર્શન થયાં નહીં તેથી મનમાં વ્યાકુળતા રહેતી. એક દિવસે સમાગમને વિરહ સહન ન થઈ શકવાથી ચાલતા ચાલતા રાળજની સીમમાં આવ્યા અને શ્રીમદ્ રહેતા હતા તે મુકામથી થડે દૂર ઊભા રહી ખેતરમાંથી ગામમાં જતા એક માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org